Here is Narsinh Mehta’s poem 7 from the collection, Narsinh Padmala, edited by Jayant Kothari and Darshana Dholakia (1997)
૭ મેહેલ
7 Mehel
મેહેલ, પીતાંબર, અંબર માહારું, સૂર ઊગ્યો, સૂઇ કયમ રહીએ?
અમ ઘર સાસુ નણંદ રિસાળવાં, કંથ પૂછે ત્યારે શું કહીએ? મેહેલ . . . ૧
Mehel, Peetambar, ambar maahaaru, soor oogyo, sooee kyam rahiie ?
Um ghar saasu nanad risaalavaa, kanth poochhe tyaare shun kahiie ? Mehel . . .1
સાવિજ શબ્દ કરે અતિસુંદર, દીપક-તેજ તાં ખીણ થાએ,
કંઠથી કુસુમચા હાર કરમાઇયા, બાહેર રાગ પંચમ ગાએ. મેહેલ . . . ૨
saavij shabd kare atisundar, deepak-tej taam kheen thaae,
kanth thii kusumchaa haar karamaaiyaa, baaher raag pancham gaae. mehel . . . 2
તૂં તાહારે મંદિર પ્રેમ-શું પોઢિયો, માહારે મંદિર દૂર જાવું,
લોકની લાજ લોપી રે લક્ષ્મીવરે, હું રે વલતી હવે નહિ રે અાવું. મેહેલ . . . ૩
toon taahaare mandir prem-shu podhiyo, maahaare mandir door jaavu,
lokni laaj lopee lakshmivare, hu re valati havey nahi re aavu. mehel . . . 3
ધેન દોહોવી ઘેર, વાછરૂ વિલવલે, મહી રે વિલરોવું અાજ માહારે,
કંઠથી બાંહોડી કાઢ કમલાપતિ, કાલ અાવે હવે કોણ તાહારે ? મેહેલ . . . ૪
Dhen dohovee gher, vaachhru vilavale, mahi re virolavu aaj maahaare,
Kantha thee baanhodee kaadh kamalaapati, kaal aave havey kon taahaare? Mehel . . . 4
સૂરતસંગ્રામની શાંત્ય જ હૂઇ, રહી રે ઉજાગરી શીસ નામી,
નારસંહિયાચો સ્વામી સુખસાગર, વિરહની વેદના તાંહ રે વામી. મેહેલ . . . ૫
suratsangram nee shaantyaj hooii, rahee re ujaagaree shees naamee,
naarahinyaacho swami sukhsaagar, virahnee vedanaa taamha re vaamee. mehel . . . 5